Wednesday, 12 December 2012

જાણીતા સિતારવાદક  અને ભારતરત્ન પંડિત રવિશંકરનું 92 વર્ષની જૈફ વયે અમેરિકાના સૈન ડિયાગોમાં નિધન થયુ..ભારતીય શાસ્ત્રીય સંગીતના આ તેજસ્વી તારલાના ખરવાથી સંગીતની દુનિયામાં મોટી ખોટ પડી.આ મહાન સંગીતજ્ઞના જીવન પર એક નજર:

સિતારના તારોથી સમગ્ર દુનિયાને સંગીતમય બનાવનાર પંડિત રવિશંકરનો જન્મ 7 એપ્રિલ, 1920માં વારાણસીમાં થયો હતો..તેમણે ભારતીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી લીધી હતી.. તેમણે વિશ્વના ઘણા મહત્વના સંગીતોત્સવમાં ભાગ લીધો..અને ભારતીય સંગીતની પશ્ચિમમાં ઓળખ કરાવી..તેમને ઈ.સ.1967માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા...ગ્રેમી એવોર્ડને પોતાને નામે કરી ચૂકેલા પંડિત રવિશંકરને 1999માં દેશના સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્નથી પણ સન્માનિત કરાયા..ઑલ ઈન્ડિયા રેડિયોના મ્યૂઝીક  ડિરેક્ટર રહી ચૂકેલા પંડિત રવિશંકર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂફયા છે તેમના નિધન પર અનેક મહાનુભાવોએ શોક વ્યકત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે .શ્રીશ્રી રવિશંરે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ કે પંડિત રવિશંકરે શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપી છે .તો રાજ્યવર્ધન રાઠોડે તેમને સંગીતના લિજેન્ડ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી.જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે પંડિતના નિધનનો શોક  વ્યક્ત કરતા જણાવ્યુ કે દેશનું સંગીત તેમના નિધનથી અનાથ બન્યુ છે ..વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ પણ સંગીતના આ સિતારાને શ્રદ્ધાંજલિ આપી...

No comments:

Post a Comment