Sunday, 24 August 2014

ગાંધી ફિલ્મના સર્જકનું નિધન

ગાંધી ફિલ્મના સર્જકનું નિધન  
 વિશ્વ સિનેમામાં સન્માનીય નામ ગણાતા બ્રિટિશ એક્ટર અને એકેડમી એવોર્ડ વિનર લોર્ડ રિચર્ડ એટ્ટનબરોનું 90 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પુત્ર માઈકલે બીબીસીને જણાવ્યું કે તેમના પિતાએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. જોકે, વર્લ્ડ ક્લાસિક ફિલ્મ 'ગાંધી'ના સર્જકના અવસાન પાછળનું કોઈ કારણ અપાયું નથી. એવું જાણવા મળ્યું છે કે વર્ષ 2008થી લોર્ડ રિચર્ડ એટ્ટનબરોનું સ્વાસ્થય કથળેલું હતું.

'બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગનો મજબૂત પાયો' ગણાવાયેલા એટ્ટનબરો રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બિજા વિશ્વયુદ્ધના વેટરન રહી ચુક્યાં હતાં. વિશ્વયુદ્ધ બાદ તે બ્રિટિશ ફિલ્મના લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતાં.

છ દાયકા કરતાય વધુ સમય સુધી સિનેમામાં સક્રીય રહેનારા રિચર્ડે 70 કરતાય વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. જેમાં 'ધી ગ્રેટ એસ્કેપ', 'સેઆન્સ ઓન અ વેટ આફ્ટરનૂન', 'ધી ફ્લાઈટ ઓફ ફિનિક્સ', 'ધી સેન્ડ ઓફ પેબલ', 'ડોક્ટર ડુલિટલ', '10 રિલિંગટન પેલેસ', 'બ્રાન્નગન', 'જુરાસિક પાર્ક', 'ધી લોસ્ટ વર્લ્ડઃ જુરાસિક પાર્ક', અને 1994માં આવેલી 'મિરેકલ ઓન 32th સ્ટ્રીટ'ની રિમેક કેટલાક મહત્વના નામો છે.

પ્રેમથી ડિકી તરીકે ઓળખાતા એટ્ટનબરોએ 1969માં આવેલી મ્યુઝિકલ સેટાયર 'ઓહ! વ્હોટ અ લવલી વોર' દ્વારા ડિરેક્ટરોયીલ ડેબ્યુ કર્યું હતું. 'સોસિયલી એંગેજ્ડ' ફિલ્મમેકર ગણાતા ડિકીની ઐતિહાસિક હસ્તીઓ પર ફિલ્મ બનાવવામાં મહારાત હાંસલ હતી. 'યંગ વિસ્ટન', 'અ બ્રિજ ટૂ ફાર', 'મેજિક', 'ધી કોરસ લાઈન', 'ક્રાઈ ફ્રિડમ', 'ચેપ્લિન', 'શેડોલેન્ડ્સ' એમની આવી જ કેટલીક યાદગાર ફિલ્મો છે.

1982માં આવેલી ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રૂપેરી પડદાં પર જીવંત કરતી ફિલ્મ 'ગાંધી'એ તેમની કીર્તિને સર્વોચ્ચ શીખરે પહોંચાડી દીધી હતી. ફિલ્મે 8 ઓસ્કર એવોર્ડ જીત્યા હતાં. જેમા બેસ્ટ ડિરેક્ટરનો પણ સમાવેશ થતો હતો.


Sunday, 1 September 2013

અંતે આસારામની ઈન્દોરમાંથી ધરપકડ - રાત્રે ૧૨.૩૦એ જોધપુર પોલીસની ઇન્દોરમાં કાર્યવાહી, એક કલાક પૂછપરછ પછી ઇનોવા ગાડીમાં મોઢું ઢાંકીને લઇ ગયા - પોલીસ ઈન્દોર આશ્રમ પર પહોંચી ત્યારે આસારામ 'અમૃત વચન’ સંભળાવી રહ્યા હતા - આસારામના સમર્થકોનો જોધપુરમાં મીડિયા કર્મચારીઓ પર હુમલો, ચાર ઘવાયા, ૧૩ની ધરપકડ સગીરા સાથે રેપના આરોપી આસારામ બાપુની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરવામાં જોધપુર પોલીસને સફળતા મળી હતી. રાત્રે સાડા બાર કલાકે તેમને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર રાત તેમને એરપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. અહીંથી તેમને સવારે 7.50ની ફ્લાઈટમાં નવીદિલ્હી લઈ જવામાં આવ્યા હતા. અહીંથી તેમને જોધપુર લઈ જવામાં આવશે. જોધપુરના આશ્રમમાં બહારથી આવતા આશ્રમવાસીઓને આશ્રમ ખાલી કરી દેવા જણાવાયું છે. જો તેઓ બપોર સુધીમાં આશ્રમ ખાલી નહીં કરે તો અહી 144 લાગૂ કરીને બળજબરીપૂર્વક ખાલી કરવામાં આવશે. આ પહેલા થયો મોટો ડ્રામા જોધપુર પોલીસે શનિવારે રાત્રે સાડા બાર વાગે દુષ્કર્મના આરોપી આસારામની ધરપકડ કરી છે. આસારામને જોધપુર લઇ જવામાં આવશે. આસારામને સડક માર્ગે લઇ જવાશે અથવા રવિવારે સવારે ફ્લાઇટથી લઇ જવાશે, તેના વિશે પોલીસે કોઇ ખુલાસો આપ્યો નથી. રાત્રે ૯ વાગે આશ્રમમાં આસારામનો સત્સગં ચાલુ હોવાથી પૂછપરછ કરવા માટે પોલીસને આશરે બે કલાક આસારામની રાહ જોવી પડી હતી. આસારામના પુત્ર નારાયણ સાંઇ, તેમના વકીલ સહિ‌ત બધા લોકો કહી રહ્યા હતા કે, જે કંઇ થશે, સવારે થશે. નારાયણ સાંઇએ રાત્રે ૯ વાગ્યાના સુમારે મીડિયાને કહ્યું હતું કે, આસારામ સંભળાવી રહ્યા છે. દસ વાગે તેઓ ઉંઘી જાય છે. અમે પોલીસને પૂછપરછ કરવા માટે સવારે આવવાનું કહ્યું છે. તેમના વકીલે પણ કહ્યું કે, જે કંઇ થશે, સવારે થશે પરંતુ જોધપુર પોલીસે રાત્રે ૧૧ વાગ્યા પછી આસારામની પૂછપરછ કરી હતી. જો કે, આસારામે તેમાં પોલીસને કોઇ સહકાર આપ્યો ન હતો. ત્યાર પછી અડ્ધી રાત પછી આસારામની ધરપકડ કરીને પોલીસ તેમને મોઢું ઢાંકીને ઇનોવા ગાડીમાં બેસાડીને લઇ ગઇ છે. એ પહેલા આસારામના સમર્થકોએ ભારે હંગામો પણ કર્યો હતો. જોધપુર પોલીસે આસારામને ૩૦ ઓગસ્ટ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.પરંતુ આસારામ ના પહોંચ્યા. શનિવારે સવારે ફેક્સ કરી દીધો કે તેઓ બીમાર છે. સાથે જ ભોપાલ મેડિકલ કોલેજના તબીબોનો પત્ર પણ હતો કે આસારામ મુસાફરી કરવા કે પૂછપરછ કરવા ફિટ નથી. સાંજે અંદાજે સાત વાગે જોધપુરના ડીસીપી અજય લાંબાએ કહ્યું કે ઇન્દોરના તબીબોએ સાંજે આસારામની તપાસ કરી છે. તેઓ હવે ફિટ છે. સંતોષકારક જવાબ ના મળતાં તેમની ધરપકડ થઇ શકે છે. દિવસભર સંતાકૂકડી રમાઈ - ૯ : ૦૦ વાગે આસારામે ઇન્દૌર આશ્રમથી જોધપુર પોલીસને ફેક્સ કર્યો. ભોપાલ મેડિકલ કોલેજના ડોક્ટરોનો રિપોર્ટ મોકલ્યો. જેમાં તપાસ અને પ્રવાસ માટે અનફિટ દર્શાવ્યા. - ૧૧: ૩૦ વાગે પોલીસ અધિકારીએ કહ્યું કે આસારામ ઇન્દૌરમાં નથી. - સાંજે પ:૦૦ વાગે નારાયણ સાંઇએ કહ્યું કે આસારામ બીમાર છે. આશ્રમમાં આરામ કરી રહ્યા છે. - સાંજે ૭:૦૦ વાગે જોધપુર પોલીસે કહ્યું કે પૂછપરછ પછી ધરપકડનો નિર્ણય થશે. - રાતે ૮:૨પ વાગે આસારામે સત્સંગ શરૂ કર્યું - રાતે ૯:૧પ વાગે જોધપુર પોલીસની ટીમ ઇન્દૌર આશ્રમમાં પહોંચી - રાતના ૯:૪૦ વાગ્યા સુધી સત્સંગ કરતા રહ્યા આસારામ, પોતાના પર લાગેલા આરોપ અંગે સ્પષ્ટતા કરી. - રાતના ૧૦:૧પ વાગ્યા પછી જોધપુર પોલીસે આસારામને કુટિરમાં જતા જોઇ રહી - રાતના ૧૧ : ૦૦ વાગ્યા પછી જોધપુર પોલીસે આસારામની પૂછપરછ કરી. - રાતના ૧૨:૦૦ વાગ્યા પછી પોલીસે આસારામની ધરપકડ કરી. જોધપુર જવા રવાના

Wednesday, 12 December 2012

જાણીતા સિતારવાદક  અને ભારતરત્ન પંડિત રવિશંકરનું 92 વર્ષની જૈફ વયે અમેરિકાના સૈન ડિયાગોમાં નિધન થયુ..ભારતીય શાસ્ત્રીય સંગીતના આ તેજસ્વી તારલાના ખરવાથી સંગીતની દુનિયામાં મોટી ખોટ પડી.આ મહાન સંગીતજ્ઞના જીવન પર એક નજર:

સિતારના તારોથી સમગ્ર દુનિયાને સંગીતમય બનાવનાર પંડિત રવિશંકરનો જન્મ 7 એપ્રિલ, 1920માં વારાણસીમાં થયો હતો..તેમણે ભારતીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી લીધી હતી.. તેમણે વિશ્વના ઘણા મહત્વના સંગીતોત્સવમાં ભાગ લીધો..અને ભારતીય સંગીતની પશ્ચિમમાં ઓળખ કરાવી..તેમને ઈ.સ.1967માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા...ગ્રેમી એવોર્ડને પોતાને નામે કરી ચૂકેલા પંડિત રવિશંકરને 1999માં દેશના સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્નથી પણ સન્માનિત કરાયા..ઑલ ઈન્ડિયા રેડિયોના મ્યૂઝીક  ડિરેક્ટર રહી ચૂકેલા પંડિત રવિશંકર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂફયા છે તેમના નિધન પર અનેક મહાનુભાવોએ શોક વ્યકત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે .શ્રીશ્રી રવિશંરે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ કે પંડિત રવિશંકરે શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપી છે .તો રાજ્યવર્ધન રાઠોડે તેમને સંગીતના લિજેન્ડ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી.જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે પંડિતના નિધનનો શોક  વ્યક્ત કરતા જણાવ્યુ કે દેશનું સંગીત તેમના નિધનથી અનાથ બન્યુ છે ..વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ પણ સંગીતના આ સિતારાને શ્રદ્ધાંજલિ આપી...