Sunday, 24 August 2014

ગાંધી ફિલ્મના સર્જકનું નિધન

ગાંધી ફિલ્મના સર્જકનું નિધન  
 વિશ્વ સિનેમામાં સન્માનીય નામ ગણાતા બ્રિટિશ એક્ટર અને એકેડમી એવોર્ડ વિનર લોર્ડ રિચર્ડ એટ્ટનબરોનું 90 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પુત્ર માઈકલે બીબીસીને જણાવ્યું કે તેમના પિતાએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. જોકે, વર્લ્ડ ક્લાસિક ફિલ્મ 'ગાંધી'ના સર્જકના અવસાન પાછળનું કોઈ કારણ અપાયું નથી. એવું જાણવા મળ્યું છે કે વર્ષ 2008થી લોર્ડ રિચર્ડ એટ્ટનબરોનું સ્વાસ્થય કથળેલું હતું.

'બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગનો મજબૂત પાયો' ગણાવાયેલા એટ્ટનબરો રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બિજા વિશ્વયુદ્ધના વેટરન રહી ચુક્યાં હતાં. વિશ્વયુદ્ધ બાદ તે બ્રિટિશ ફિલ્મના લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતાં.

છ દાયકા કરતાય વધુ સમય સુધી સિનેમામાં સક્રીય રહેનારા રિચર્ડે 70 કરતાય વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. જેમાં 'ધી ગ્રેટ એસ્કેપ', 'સેઆન્સ ઓન અ વેટ આફ્ટરનૂન', 'ધી ફ્લાઈટ ઓફ ફિનિક્સ', 'ધી સેન્ડ ઓફ પેબલ', 'ડોક્ટર ડુલિટલ', '10 રિલિંગટન પેલેસ', 'બ્રાન્નગન', 'જુરાસિક પાર્ક', 'ધી લોસ્ટ વર્લ્ડઃ જુરાસિક પાર્ક', અને 1994માં આવેલી 'મિરેકલ ઓન 32th સ્ટ્રીટ'ની રિમેક કેટલાક મહત્વના નામો છે.

પ્રેમથી ડિકી તરીકે ઓળખાતા એટ્ટનબરોએ 1969માં આવેલી મ્યુઝિકલ સેટાયર 'ઓહ! વ્હોટ અ લવલી વોર' દ્વારા ડિરેક્ટરોયીલ ડેબ્યુ કર્યું હતું. 'સોસિયલી એંગેજ્ડ' ફિલ્મમેકર ગણાતા ડિકીની ઐતિહાસિક હસ્તીઓ પર ફિલ્મ બનાવવામાં મહારાત હાંસલ હતી. 'યંગ વિસ્ટન', 'અ બ્રિજ ટૂ ફાર', 'મેજિક', 'ધી કોરસ લાઈન', 'ક્રાઈ ફ્રિડમ', 'ચેપ્લિન', 'શેડોલેન્ડ્સ' એમની આવી જ કેટલીક યાદગાર ફિલ્મો છે.

1982માં આવેલી ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રૂપેરી પડદાં પર જીવંત કરતી ફિલ્મ 'ગાંધી'એ તેમની કીર્તિને સર્વોચ્ચ શીખરે પહોંચાડી દીધી હતી. ફિલ્મે 8 ઓસ્કર એવોર્ડ જીત્યા હતાં. જેમા બેસ્ટ ડિરેક્ટરનો પણ સમાવેશ થતો હતો.


No comments:

Post a Comment